આજથી આસિયાન શિખર સંમેલન, પીએમ તમામ દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત
Live TV
-
આજથી શરૂ થઇ રહેલા આસિયાન શિખર સમેલનમાં પીએમ મોદી, આવનાર અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે
ભારત આસિયાન મિત્રતાના પચ્ચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ,ભારત આસિયાન રજત શિખર સંમલનમાં ભાગ લેવા માટે ,તમામ આસિયાન દેશોના મુખ્ય નેતાઓ ,દિલ્હી પહોંચી ગયા છે. આજથી શરૂ થઇ રહેલા આસિયાન શિખર સમેલનમાં પીએમ મોદી, આવનાર અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે, બુધવારે વિદેશ મંત્રીએ નવી દિલ્હી ખાતે , ભારત આસિયાન મૈત્રી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. નોંધનિય છે કે સમુદ્રી સહયોગ અને સુરક્ષા ,આ સંમેલનનો મુખ્ય અજેન્ડા રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી પહોંચેલા કેટલાક દેશોના નેતા સાથે દ્રીપક્ષીય વાતચીત કરી. ઉપરાંત ભારત અને વિયેતનામ બંને દેશોએ સૂચના અને પ્રસારણ ક્ષેત્રે કરાર થયા છે.