આસિયાન દેશોના નેતાઓનુ આગમન
Live TV
-
ભારતમાં 25 જાન્યુઆરીએ આયોજીત થનારા સંમેલનમાં ભાગ લેવા માટે આસિયાન દેશોના નેતા નવી દિલ્હી ખાતે પહોંચવા લાગ્યા છે.
ભારતમાં 25 જાન્યુઆરીએ આયોજીત થનારા સંમેલનમાં ભાગ લેવા માટે , આસિયાન દેશોના નેતા નવી દિલ્હી ખાતે પહોંચવા લાગ્યા છે. જે અંતર્ગત વિયેતનામના પ્રધાનમંત્રી ગ્યૂએન હાન ફોંક નવી દિલ્હી ખાતે આવી પહોંચતા એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કંબોડિયાના પ્રધાનમંત્રી હુનસેન પણ નવી દિલ્હી એરપોર્ટ આવી પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વખતે પ્રથમ વખત આસિયાન દેશોના વડા ભારતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે પણ ઉપસ્થિત રહેશે. આસિયાન સમિટ દરમિયાન ભારતનું ફોકસ એકટ ઇસ્ટ પોલીસીને મજબૂત કરવાનું તેમજ આસિયાન દેશો સાથેના સંપર્ક સંબંધો વધુ ગાઢ બનાવવાનું રહેશે