પદ્માવતી ફિલ્મ મુદ્દે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારની અપીલ ફગાવતી સુપ્રીમ કોર્ટ
Live TV
-
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે ,કે પદમાવત ફિલ્મ મોટાભાગના થિયેટરોમાં પ્રદર્શિત નહી થાય તેવી જાહેરાત ,સિનેમા માલિકો દ્વારા કરવામાં આવી છે
ફિલ્મ પદમાવત અંગે , રાજસ્થાન ,અને મધ્ય પ્રદેશ સરકારે ,સુપ્રીમ કોર્ટ માં અપીલ કરી હતી , તે અદાલતે ,રદ કરી દીધી છે. બંને રાજ્યોએ , સર્વોચ્ચ અદાલત ના ,18 જાન્યુઆરી ના ચૂકાદા પર ,વિચાર કરવા ,, ન્યાયાલય માં ,અપીલ દાખલ કરેલ હતી. સર્વોચ્ચ અદાલતે , શુક્રવાર થી , આ ફિલ્મ ને ,પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો હતો , તે યથાવત રહેશે.દરમ્યાન, રાજ્ય ના ,નાયબ મુખ્ય મંત્રી ,નીતિન ભાઈ પટેલે ,ગાંધીનગર ખાતે ,પત્રકારો સાથે ની વાત ચીત માં જણાવ્યું છે ,કે ,મોટા ભાગ ના સિનેમા ગૃહો ,પદમાવત ફિલ્મ ને, થિયેટર માં ,પ્રદર્શિત નહી કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. કેટલાક લોકો ,સ્વયંભૂ ફિલ્મ જોવા ,થિયેટરો માં જવાના નથી., ત્યારે કાયદો ,અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ,તેવા પ્રયત્નો કરવામાં ,આવી રહ્યાં છે.જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે ,કે પદમાવત ફિલ્મ મોટાભાગના થિયેટરોમાં, પ્રદર્શિત નહી થાય ,તેવી જાહેરાત ,સિનેમા માલિકો દ્વારા ,કરવામાં આવી છે ત્યારે કેટલાક લોકો ,રાજ્યમાં શાંતિ ડહોળવાનો ,પ્રયાસ કરી રહ્યાં છે. રાજ્યમાં ,શાંતિ અને કાયદાની પરિસ્થિતિ જળવાય, તેને પ્રાથમિકતા ,આપવામાં આવશે