હવે, મધ્ય પ્રદેશ માં રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલ
Live TV
-
ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે આજે મધ્ય પ્રદેશ માં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા
ગુજરાત ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે આજે મધ્ય પ્રદેશ માં રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આનંદી બહેન પટેલે આજે ઉજ્જૈન માં મહાકાલેશ્વર ના દર્શન કર્યા બાદ ભોપાલ માં રાજ્યપાલ તરીકે ના શપથ ગ્રહણ કરી કાર્યભાર સંભાળી લીધો છે. મધ્યપ્રદેશ વડી અદાલત ના ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા એ તેમને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આનંદી બહેને ૭૫ વર્ષ ની ઉંમરે સ્વેચ્છા એ મુખ્યમંત્રી પદ પર થી રાજીનામું આપ્યા પછી કોઇપણ અન્ય મોટા હોદ્દે નહીં જોડાય તેમ કહ્યું હતું. પણ ભાજપ દ્વારા તેમને આ કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ગુજરાત ના પહેલા મહિલા મુખ્યમંત્રી તેવા આનંદી બહેન હવે મધ્ય પ્રદેશ માં રાજ્યપાલ તરીકે પોતાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ માં પણ ભાજપ ની સરકાર છે