Skip to main content
Settings Settings for Dark

આજથી નવી દિલ્હીમાં G20 સમૂહના વિદેશમંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ

Live TV

X
  • આમંત્રિત દેશોના વિદેશમંત્રી 40 દેશોના પ્રતિનિધી અને બહુપક્ષીય સંગઠન બેઠકમાં ઉપસ્થિત રહેશે.

    આજથી નવી દિલ્હીમાં G20 સમૂહના વિદેશમંત્રીઓની બેઠક શરૂ થઇ રહી છે. બે દિવસીય બેઠકમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવ, અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને બ્રિટનના  વિદેશમંત્રી જેમ્સ ક્લેવરલી અને અન્ય દેશોના વિદેશમંત્રી પણ ભાગ લેશે. બેઠકમાં ભારત દ્વારા વિશેષરૂપે આમંત્રિત દેશોના વિદેશમંત્રી 40 દેશોના પ્રતિનિધી અને  બહુપક્ષીય સંગઠન બેઠકમાં ઉપસ્થિત રહેશે. બે દિવસીય બેઠક દરમિયાન વિદેશમંત્રી એસ.જયશંકર તથા અનેક મહેમાનો વૈશ્વિક પડકારો અને આંતરરાષ્ટ્રીય મુદ્દે પોતાના વિચારોને વાચા આપશે. બેઠકમાં ભારત દ્વારા જળવાયુ પરિવર્તન, વિકાસશીલ દેશોને ધિરાણ, IMF અને વિશ્વ બેન્ક જેવી બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા કરવાને મુદ્દે પણ ચર્ચા વિચારણા થશે. તે અરસામાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે આજથી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યસમૂહની પ્રથમ G20 સમૂહની બેઠક શરૂ થશે. બેઠકમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી તંત્રને મજબૂત કરવા ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જિતેન્દ્રસિંહ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યસમુહની બેઠકનું ઉદઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply