આજથી સામાન્ય જનતા માટે રાષ્ટ્રપતિભવનનું પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન ખુલ્લુ મુકાશે
Live TV
-
16 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી ઉઠાવી શકાશે લાભ
રાષ્ટ્રપતિ ગૃહ સ્થિત અમૃત ઉદ્યાન ફરી એકવાર સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યું છે. 16 ઓગસ્ટથી ફરી એકવાર 17 સપ્ટેમ્બર એટલે કે એક મહિના સુધી સામાન્ય લોકો આ અમૃત ઉદ્યાનની મુલાકાત લઈને તેનો આનંદ લઈ શકશે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ બગીચો સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં 29 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી આ ગાર્ડનને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન 10 લાખ લોકોએ બગીચામાં લગાવેલા સુંદર રંગબેરંગી ફૂલો તેમજ ગાર્ડનના આકર્ષણની મજા માણી હતી.
આ પ્રખ્યાત અમૃત ઉદ્યાનનો વિકાસ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યો હતો. તેમાં હર્બલ-1, હર્બલ-2, ટેક્ટાઈલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન અને આરોગ્ય વનમનો સમાવેશ થાય છે. અમૃત ઉદ્યાનની મુલાકાત લેવા માટે સામાન્ય લોકો માટે પ્રવેશ નોર્થ એવેન્યુ પાસેના રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35 પરથી હશે. જ્યાં સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી એન્ટ્રી મળશે, જ્યારે સાંજે 5 વાગ્યા સુધી તમે ગાર્ડનમાં ફરવા જઈ શકશો.
આ માટે રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ visit.rashtrapatibhavan.gov.in પર જઈને ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય છે. આ સિવાય રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાપિત કિઓસ્ક મશીનથી પણ ટિકિટ લઈ શકાશે. અમૃત ઉદ્યાનની સાથે, પ્રવાસીઓ તેમના સ્લોટ ઓનલાઈન બુક કરીને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની પણ મુલાકાત લઈ શકે છે.