હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂસ્ખલન, અનેક મકાનો ધરાશાયી, બે લોકોના મોત
Live TV
-
હિમાચલ પ્રદેશના શિમલામાંભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, શિમલાના કૃષ્ણા નગરમાં ભૂસ્ખલન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ જણાવ્યું હતું કે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા મકાનોમાં તિરાડો પડી જતાં લોકોને બહાર કાઢ્યા હતા, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 20 થી 25 ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે અને લગભગ 50 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા છે.