ભારત રત્નથી સન્માનિત અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ
Live TV
-
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે પાંચમી પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ,ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હી ખાતે સદૈવ અટલ સ્મૃતિ સ્થળ પર જઈ,,, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીને કૃતજ્ઞ રાષ્ટ્ર નમન કરે છે.
અટલ બિહારી વાજપેયીએ તેમના વ્યક્તિત્વ દ્વારા ભારતીય રાજકારણમાં પોતાની આગવી છાપ છોડીને ભારતીય રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું. જેમાં દેશને પરમાણુ શક્તિથી સજ્જ કરવું, કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજ્ય આપવો અને સુવર્ણ ચતુર્ભુજ યોજના સાથે કેટલીક સિદ્ધિઓનો પણ સમાવેશ થાય છે.
દેશમાં જનસંઘના સ્થાપકોમાંના એક એવા વાજપેયી એ 1963 થી 1986 સુધી તેના પ્રમુખ હતા. ભારતીય જનતા પાર્ટીના પહેલા અધ્યક્ષ રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયીએ સમગ્ર દેશમાં જે રીતે લોકપ્રિયતા મેળવી હતી તેનું પરિણામ એ આવ્યું હતું કે, તેઓ ચાર દાયકા સુધી ભારતીય સંસદના સભ્ય રહ્યા હતા.
તેઓ એકમાત્ર એવા રાજકારણી હતા જેમણે ચાર રાજ્યોમાં 6 લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 16 ઓગસ્ટ, 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમની યાદમાં સદૈવ અટલ નામનું સ્મારક સ્થળ બનાવવામાં આવ્યું હતું.