આજનો ઇતિહાસ 20 મે : ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ, વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો
Live TV
-
આજે 20 મે 2023 (20 May) છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ છે. કોઇ દવાનું ઉત્પાદન કે સંશોધન કરતી વધતે તેનું ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે, જેથી તેનો અસરો જાણી શકાય છે. વર્ષ 1498માં વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો હતો. આજે ઇન્દોરના હોલ્કર રાજવંશના સ્થાપક મલ્હારરાવ હોલકરની પૃણ્યતિથિ છે. જાણો ઇતિહાસની તવારીખમાં (20 May history) બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ
દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ દિવસ (International Clinical Trials Day) ઉજવાય છે. આ ક્લિનિકલ ટ્રાયલ એવા ટ્રાયલ છે જેમાં અમુક દવાઓ અથવા સપ્લિમન્ટનું પરીક્ષણ કરવામાં આવે છે અને જે દર્દીઓએ દવા લીધી હોય અને જે દર્દીઓને ઓછી માત્રા મળી હોય અથવા તો કોઈ પણ ન હોય તેવા દર્દીઓમાં અસરોનું નિરીક્ષણ કરવામાં આવે છે.
જેમ્સ લિન્ડે 1747માં પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી તે દિવસની યાદમાં દર વર્ષે 20 મેના રોજ ઇન્ટરનેશનલ ક્લિનિકલ ટ્રાયલ ડેની ઉજવણી કરવામાં આવે છે.
ક્લિનિકલ ટ્રાયલ એક ચોક્કસ સમયમર્યાદામાં હાથ ધરવામાં આવે છે, અને તેમના માટે પસંદ કરાયેલા દર્દીઓની ચકાસણી કરવામાં આવે છે જેથી પરિણામો શક્ય તેટલા સચોટ હોય. ક્લિનિકલ ટ્રાયલ્સ ડે આવા મેડિકલ ટ્રાયલ્સ માટે જાગૃતિ વધારવા વિશે ઉજવાય છે. આવા ક્લિનિકલ ટ્રાયલ તબીસી સંશોધન અને વિકાસ તેમજ કેવી રીતે જીવન બચાવી શકાય તેની માટે મહત્વપૂર્ણ છે.20 મેની મહત્વપૂર્ણ ઘટનાઓ
1293 – જાપાનના કામાકારુમાં આવેલા ભૂકંપને કારણે 30 હજાર લોકોના મોત થયા.
1310- બંને પગ માટે બુટ બનાવવામાં આવ્યા.
1378 – દક્ષિણ ભારતના દક્કન પ્રાંતના શાસક બહમની સુલ્તાન દાઉદની હત્યા કરાઇ.
1498 – વાસ્કો દ ગામા ભારત પહોંચ્યો.
1677 – છત્રપતિ શિવાજી મહારાજાએ જિંગીનો કિલ્લો જીત્યો.
1995 – રશિયા દ્વારા માનવરહિત અવકાશ ‘સ્પેક્ટર’નું સફળ પ્રક્ષેપણ કરાયું.
1999 – કુર્દિશ બળવાખોર નેતા સેમડિમ સાકિકને મૃત્યુદંડની સજા.
2000 – ફિજીમાં બંદૂકધારીઓના નેતા જ્યોર્જ સ્પેટે દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા.
2001 – અફઘાનિસ્તાનમાં તાલિબાને હિન્દુઓની અલગ ઓળખ માટે ડ્રેસ કોડ બનાવ્યો.
2003 – પાકિસ્તાને આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન પર પ્રતિબંધ મૂક્યો.
