કર્ણાટક રાજ્યના 24મા મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયાએ શપથ લીધા
Live TV
-
રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં તેમને ગોપનીયતા અને પદના શપથ લેવડાવ્યા હતા
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ બીજી ટર્મ માટે કર્ણાટક રાજ્યના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જ્યારે વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમને બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં તેમને ગોપનીયતા અને પદના શપથ લેવડાવ્યા હતા.
કેબિનેટમાં સામેલ થનારા કેટલાક વિધાનસભ્યોએ પણ શપથ લીધા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ.જી.પરમેશ્વર, કે. એચ.મુનિઅપ્પા, કે.જે. જ્યોર્જ, એમ.બી. પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંક ખડગે, રામલિંગા રેડ્ડી અને બી.ઝેડ. ઝમીર અહેમદ ખાને મંત્રી તરીકે શપથ લીધા.
શપથવિધિ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ, મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર અને અભિનેતા કમલ હસન પણ હાજર હતા. આ સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પણ હાજરી આપી હતી.
