Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી બે દિવસના કેરળના પ્રવાસે 

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી બે દિવસના કેરળના પ્રવાસે છે. આજે ઉપરાષ્ટ્રપતિ ધનખડ તિરૂવનંતપુરમમાં કેરળ વિધાનસભામાં રજત જયંતિ સમારોહનું ઉદઘાટન કરશે. તે પછી સભાને સંબોધિત પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ કેરળ વિધાનમંડળ આંતરાષ્ટ્રીય મહોત્સવ-2023ની સ્મારકનું વિમોચન પણ કરશે. વિધાનસભા ભવનનું ઉદ્દઘાટન 22 મે, 1998એ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય કેઆર નારાયણએ કર્યું હતું. તે પછી ઉપરાષ્ટ્રપતિ ભારતીય નૌસેના અકાદમી (આઈએનએ), એઝોમાલા, કન્નુર જશે. ત્યારે કેટેડો સાથે વાતચીત કરવાના છે. ઉલ્લેખનીય છે કે, આ ભારતીય નૌસેના અકાદમીનો પ્રથમ પ્રવાસ છે. કન્નૂર યાત્રા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પોતાના શિક્ષિક સુશ્રી રત્ના નાયરને થાલાસ્સેરી સ્થિત તેમના આવાસ જઈને સન્માનિત કરશે. સુશ્રી નાયરે ધનખડને ત્યારે શિક્ષા આપી હતી જ્યારે તેઓ ચિત્તોડગઢની સૈનિક શાળાના વિદ્યાર્થી હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
apply