કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજા દિવસે 9 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજીત 360 કરોડના ખર્ચ તૈયાર થયેલ કુલ 9 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પેણ અને ખાતમુહૂર્ત કરશે... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે
આવાસોના ડ્રો, ડ્રેનેજ પ્રોજેક્ટ, જિમ્નેશિયમ તથા લાઈબ્રેરી સહિત તળાવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહૂત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે... જ્યારે ગઈકાલે શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં ,, મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ,, અને શિલાન્યાસ કર્યું હતું. આ વિકાસકામોમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ – ૧૨૪૫ કરોડના ખર્ચે વાવોલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, ગાંધીનગર સેક્ટર-૨૫, અને ૨૮ અને સેક્ટર-૩૦ તથા બોરીજ ગામ ખાતે ગાર્ડન રીનોવેશન, ગાંધીનગરમાં રોડ નં ૬ પર રેલ્વે ઓવર બ્રીજ સહિતના વિવિધ કામોનો સમાવેશ થાય છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેમાં આજે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂપિયા 360 કરોડના ખર્ચે તૈયાર થયેલા કુલ 9 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી આવાસોના ડ્રો, ડ્રેનેજ પ્રોજેક્ટ, જિન્મેશિયમ તથા લાઈબ્રેરી સહિત તળાવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુર્હત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે ગઈકાલે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતના ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 400 કરોડના મૂલ્યના અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી એક નવી સંસ્કૃતિનો પ્રારંભ થયો છે કે જે કોઈ વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરે તેણે તેનું ઉદ્ઘાટન પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાતના વિકાસ માટે નરેન્દ્ર મોદીએ જે વ્યવસ્થા બનાવી છે તે છેલ્લા 10 વર્ષથી એ જ રીતે ચાલુ છે અને આ તેમની વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે 2019 થી ગાંધીનગર લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા મતવિસ્તારોમાં 4 વર્ષમાં લગભગ 16,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો પૂર્ણ થયા છે. આ બતાવે છે કે જ્યારે એક લોકસભા મતવિસ્તારમાં આટલું કામ થયું છે તો આખા રાજ્યની 26 લોકસભા મતવિસ્તારમાં કેટલું કામ થયું હશે. તેમણે કહ્યું કે ગામડાઓમાં 24 કલાક વીજળી આપવાનું કામ શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે વીજળીની પહોંચને કારણે વેપાર, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને ઉદ્યોગોની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તેમણે કહ્યું કે, સમગ્ર ગામડાનો વિકાસ કરવા માટે ગામડાઓમાં વીજળી પહોંચાડવાના વિઝન સાથે નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસનું વિઝન આપ્યું હતું.
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 470 કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ એકેડેમી ઑફ કોસ્ટલ પોલીસિંગ (એનએસીપી)નાં કાયમી કૅમ્પ્સનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
