આજે દેશ મનાવી રહ્યો છે રાષ્ટ્રીય યુવા દિવસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે વિચાર, વાણી, વ્યક્તિત્વ સૌને બેલૂર મઠ ખેંચી લાવે છે, ગુરૂમંત્ર દોહરાવતાં જણાવ્યું કે આપણે ક્યારેય એકલા નથી, ઇશ્વરના દૂત હંમેશા કરતાં રહે છે આપણુ માર્ગદર્શન.
સ્વામી વિવેકાનંદ જયંતિ અવસરે રાષ્ટ્ર આજે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રી બેલુરમઠમાં આયોજિત સમારોહમાં સામેલ થશે. કર્ણાટકમાં આજે સ્કૂલ અને કોલેજોમાં વિવેકાનંદ યુવા સશક્તિકરણ કેન્દ્રની શરૂઆત થશે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ વિવેકાનંદ જયંતિ નિમિત્તે ટ્વીટ કરીને યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના જીવન અને ઉપદેશોને જીવનમાં આત્મસાત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો છે
આ ઉપરાંત, કોલકાતા પોર્ટટ્રસ્ટની 150મી જયંતી અવસરે સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાત્તા પોર્ટ ટ્રસ્ટનું નામ બંગાળના વિકાસનું સ્વપ્ન લઇને આગળ વધેલા તેમજ જીવનભર એકદેશ એક કાયદાના હિમાયતી ડો. શ્યામાપ્રસાદ મુખરજી કરવાની જાહેરાત કરી હતી. આ અવસરે પીએમે ડાક ટિકિટ નું વિમોચન પણ કર્યું હતું તેમજ કોલકાત્તા પોર્ટ ટ્રસ્ટના 105 વર્ષના પૂર્વ કર્મચારી નગીના ભગત અને 100 વર્ષના નરેશચંદ્ર ચક્રવતીનું સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પોર્ટના વિકાસ માટે લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. તે ઉપરાંત કૌશલ વિકાસ માટે સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. વિશાળ સંખ્યામાં ઉપસ્થિતોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોલકાત્તા પોર્ટે ઇતિહાસને પોતાનામાં સમાવીને રાખ્યું છે. પોર્ટેભારતને વિદેશી રાજથી સ્વરાજ મેળવતું જોયું છે. ડો. મુખરજી અને ડો. બાબા સાહેબ આંબેડકરે સ્વતંત્રતા બાદ દેશને નવુ વિઝન આપ્યું હતું.
