આજે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના
Live TV
-
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
દિલ્હી-NCRમાં વરસાદ બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સવારના સમયે હળવી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા જેના કારણે ખેડુતોના પાકને નુકશાન પહોંચ્યુ હતુ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હીમાં હવામાન આવું જ રહેવાનું છે. આ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો આજે વરસાદ થવાની સંભાવના વધુ છે.આ ઉપરાંત વાવાઝોડા, કરા અને ગાજવીજ સાથે વરસાદ સંભાવના વ્યક્ત કરી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. આ સિવાય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
