Skip to main content
Settings Settings for Dark

શ્રમ-20 સહયોગી જૂથની પ્રારંભિક બેઠક અમૃતસરમાં ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ શરૂ થઈ

Live TV

X
  • સામાજીક સુરક્ષાના સાર્વત્રિકરણ, મહિલાઓ અને કાર્યનું ભવિષ્ય જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

    ભારતની G-20 અધ્યક્ષતાના ભાગરૂપે, L-20 (શ્રમ-20) સહભાગી જૂથની પ્રારંભિક બેઠક ગઈકાલે અમૃતસરમાં શરૂ થઈ હતી. જેમાં G-20 દેશો અને સંસ્થાઓને વિકાસનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમગ્ર વિશ્વમાં કર્મચારીઓને લગતા મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.

    L-20ની પ્રારંભિક બેઠકમાં 20 દેશોના ટ્રેડ યુનિયનોના નેતાઓ અને શ્રમ અભ્યાસના નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. તેઓ સામાજિક સુરક્ષાને સાર્વત્રિક બનાવવા અને ભવિષ્યની કામગીરીના કેન્દ્રમાં મહિલાઓને રાખવાની માંગ પર વિચાર કરી રહ્યા છે.

    L-20 બેઠક આજે પૂરી થશે. આ પ્રસંગે સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવશે. જેમાં સામાજીક સુરક્ષાના સાર્વત્રિકરણ, મહિલાઓ અને કાર્યનું ભવિષ્ય જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સીકે ​​સાજી નારાયણને જણાવ્યું હતું કે આર્થિક સંકટને કારણે મહિલાઓ પર સૌથી વધુ અસર થઈ છે. તેથી કામનું ભાવિ મુખ્યત્વે મહિલા કર્મચારીઓ પર આધારિત છે જેને સમગ્ર વિશ્વમાં દિશા આપવાની જરૂર છે.

    કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે વર્ચ્યુઅલ રીતે બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. તેમણે વન અર્થ વન ફેમિલી વન ફ્યુચરની G-20 થીમ અને આ સિદ્ધાંત વિશ્વભરમાં શ્રમ-સંબંધિત ઝુંબેશ માટે કેવી રીતે સુસંગત છે તેની રૂપરેખા આપી.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply