Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કિશિદા ફુમિયો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ

Live TV

X
  • જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફુમિયો બે દિવસની ભારતની મુલાકાતે આવેલા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કિશિદા ફુમિયો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિમંડળોએ હૈદરાબાદ હાઉસ ખાતે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી કિશિદાએ મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની વધતી ભૂમિકા અંગે વિચારો રજૂ કર્યા. ભારત અને જાપાન વચ્ચે પેટ્રોલિંગ વધારવા, દરિયાઈ કાયદાઓનું પાલન કરવાની ક્ષમતા વધારવા, સાયબર સુરક્ષા, ડિજિટલ અને ગ્રીન એનર્જી સહિત ધણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા PM કિશિદા રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત કિશિદાએ એક પુસ્તકમાં પોતાના વિચારો લખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જાપાનના પ્રધાનમંત્રીએ ભારતમાં નવી ઇન્ડો પેસિફિક યોજનાની જાહેરાત કરી છે. આ અગાઉ કિશિદાએ 15 વર્ષ પહેલા પોતાની દિલ્હી યાત્રા દરમિયાન ઇન્ડો પેસિફિક યોજનાની જાહેરાત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત લીધી હતી, તે દરમિયાન તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પાણીપુરી, લસ્સી અને આમ પન્નાનો સ્વાદ ચાખ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply