Skip to main content
Settings Settings for Dark

જાપાને G7 હિરોશિમા સમિટમાં ભારતને આમંત્રણ આપ્યું 

Live TV

X
  • વર્ષે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાન G-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    G-7 હિરોશિમા સમિટ માટે જાપાન દ્વારા ભારતને ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ અહીં દ્વિપક્ષીય વાતચીત કરી હતી.વાતચીત બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બેઠકનો હેતુ આર્થિક રીતે પછાત દેશોને મદદ કરવાનો અને ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવાનો છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત G-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાન G-7ની અધ્યક્ષતા કરી રહ્યું છે, તેથી અમારી સંબંધિત પ્રાથમિકતાઓ અને હિતો પર સાથે મળીને કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે. બીજી તરફ વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય વાતચીત સિવાય બે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીઓમાં જાપાનીઝમાં લેટર ઓફ ઈન્ટેન્ટ ઓન કોઓપરેશનનું નવીકરણ અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ત્રણસો બિલિયન યેન જીકા લોન નોટની આપ-લેનો સમાવેશ થાય છે. ક્વાત્રાએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી સાથે ઈચ્છા વ્યક્ત કરી કે આગામી વર્ષને બંને દેશો વચ્ચે યુવા આદાનપ્રદાનના વર્ષ તરીકે જાહેર કરવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply