આજથી ઉદેપુરમાં મળશે G-20 સતત નાણાકીય કાર્યસમૂહની બીજી બેઠક
Live TV
-
સિવિલ 20 સ્થાપના બેઠકમાં 26 દેશના 357 પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે
ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત જી-20 સતત નાણાકીય કાર્યસમૂહની બીજી બેઠક આજથી રાજસ્થાનના ઉદયપુરમાં યોજાશે. ત્રિદિવસીય આ બેઠક દરમિયાન જી-20ના સભ્ય દેશો, ભારત દ્વારા આમંત્રિત દેશો તથા વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના 90થી વધુ પ્રતિનિધિ વર્ષ 2023 માટે કાર્યયોજના અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રો પર ચર્ચા કરશે. આ બેઠકમાં ચર્ચાને આગળ વધારવા અને ત્રણ ચિન્હિત પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના સંબંધમાં ગઈ બેઠકોની મુખ્ય વાતો, રોકાણ માટે ઈકોસિસ્ટમની ક્ષમતાના નિર્માણ સહિતના મુદ્દા પર ચર્ચા થશે. તો આ તરફ નાગપુરમાં યોજાયેલી સિવિલ 20 બેઠકનો આજે બીજો દિવસ છે. સોમવારે 'પર્યાવરણની સાથે વિકાસ સંતુલન' વિષય પર સી-20નું પહેલું પૂર્ણ સત્ર યોજાયું હતું. સિવિલ 20 સ્થાપના બેઠકમાં 26 દેશના 357 પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.
