સેન્ટ્રલ અને અન્ય યુનિવર્સિટીઓમાં CUET-PG માટે અરજી પ્રક્રિયા શરૂ
Live TV
-
સેન્ટ્રલ અને અન્ય યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – CUET-PG માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ એમ.જગદેશ કુમારે એક ટ્વિટમાં જણાવ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અનુસ્નાતક કાર્યક્રમોમાં પ્રવેશ માટે CUET-PG પરીક્ષાનું આયોજન કરશે.ઉમેદવારો https://cuet.nta.nic.in પર 19 એપ્રિલ સુધી ઑનલાઇન અરજી કરી શકે છે. શ્રી કુમારે કહ્યું છે કે યોગ્યતા, પરીક્ષાની યોજના અને અન્ય સંબંધિત માહિતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
