આજે અયોધ્યા વિવાદીત જમીન મામલે સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચૂકાદો
Live TV
-
સવારે 10.30 કલાકે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ બેન્ચ ચૂકાદો સંભળાવશે
સુપ્રીમકોર્ટની 5 ન્યાયાધીશોની ખંડપીઠ આજે અયોધ્યામાં વિવાદીત જમીન મામલે ચૂકાદો સંભળાવશે. આજે સવારે 10.30 કલાકે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી આ બેન્ચ ચૂકાદો સંભળાવશે .. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ., જસ્ટિસ બોબડે., જસ્ટિસ ચંદ્રચુડ., જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ SA નઝીર.,ની આ બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ 16 ઓક્ટોબરે ચૂકાદો અનામત રાખ્યો હતો... સુપ્રીમકોર્ટના ચુકાદાના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહેવા અને સાવધાની રાખવાનું સૂચન કર્યું છે.. ગૃહમંત્રાલયે રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી છે. તેની સાથે જ આ નિર્ણય પહેલાં ઉત્તરપ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. સાથે જ અર્ધસૈનિક દળોના વધુ જવાનોને યુપી મોકલવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ધારા 144ના કલમ લાગ કરવામાં આવી છે. અયોધ્યાની સુરક્ષામાં સિવિલ પોલીસની સાથે પીએસી, આરપીએફ તૈનાત કરવામાં આવી છે..
