આજે આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ આપ્યું
Live TV
-
હવામાન વિભાગે આજે આંધ્રપ્રદેશ, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મધ્યપ્રદેશમાં પણ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.
કેરળ, માહે, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો અને કોસ્ટલ કર્ણાટકમાં પણ આગામી 4-5 દિવસ સુધી ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દિલ્લી અને આસપાસના વિસ્તારો અને પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ અઠવાડિયે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
