આજે કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં ખાસ કાર્યક્રમ, રાષ્ટ્રપતિ,રાજ્યપાલ અને સેનાની ત્રણેય પાંખના વડા રહેશે હાજર
સમગ્ર દેશમાં કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે. કારગીલ યુધ્ધની 20મી વર્ષગાંઠના પ્રસંગે આજે જમ્મુ - કાશ્મીરમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. દ્રાસમાં શહીદોના સન્માન માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સેનાની ત્રણેય પાંખ, જળ, થળ અને વાયુના વડા એ વીર શહીદોને સલામી આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે શ્રીનગરના બાદામી બાગના યુધ્ધ સ્મારકમાં જઈ શહીદોને શ્રધ્ધાંજલિ આપશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત દેશના મોટા નેતાઓએ પણ કારગીલ દિવસ પર શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ આપી હતી. શહીદોના સન્માન માટે દૂર દૂરથી લોકો દ્રાસના શહીદ સ્મારકે પહોંચી શ્રધ્ધાજલિં આપી રહ્યા છે.
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે લોકસભા અને રાજ્યસભામાં કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે શહીદોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ સંસદ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મંત્રીઓ અને સાંસદોએ પણ ભાગ લીધો હતો અને શહીદોની યાદમાં વૃક્ષા રોપણ કર્યું હતું.
આ યુધ્ધમાં કારગીલની ટોચ પર વિજય પતાકા લહેરાવનારા સૈનિકોમાં એક બ્રિગેડિયર યોગેન્દ્રસિંહ યાદવ હતા. જેમણે અદમ્ય સાહસ દર્શાવીને પાકિસ્તાનના સૈનિકોને ધૂળ ચટાડી હતી. બાદમાં યોગેન્દ્રસિંહ યાદવને પરમવીર ચક્રથી પણ સન્માનિત કરાયા હતા. યોગેન્દ્રસિંહ યાદવ સાથે અમારા સંવાદદાતા નિરજસિંગે ખાસ વાતચીત કરી હતી.
રક્ષા મંત્રી રાજનાથસિંહે લોકસભામાં વિજય દિવસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમને સૈનિકોના પરાક્રમ પર ભરોસો છે અને તમામ દેશવાસીઓને પણ ગર્વ હોવો જોઈએ. પાકિસ્તાનમાં એવી હિંમત નથી કે ભારત સાથે બીજી વખત આવું દુસાહસ કરવાની હિંમત કરે. તો બીજી તરફ સંસદના બંને ગૃહની ચાલેલી કાર્યવાહી દરમિયાન રાજ્ય કૃષિમંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં પાક પર પેસ્ટીસાઇડ અને રાસાયણિક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતાને નુકસાન થઈ રહ્યું છે. જે રાજ્ય સરકારની જાણમાં છે તેથી સજીવ ખેતીને પ્રોત્સાહન આપતા હોવાનું જણાવ્યું હતું.
