કર્ણાટકઃ ત્રણ ધારાસભ્ય અયોગ્ય કરાર
Live TV
-
કોંગ્રેસના બે અને એક અપક્ષ ધારાસભ્યને અયોગ્ય ઠેરવાયા
કર્ણાટકમાં રાજકીય સંગ્રામ યથાવત્ છે..કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર તૂટી ગયા બાદ નવી સરકારની રચના અંગે પણ કોઇ કવાયત શરૂ થઇ નથી.આ બધા વચ્ચે ગુરૂવારે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ કેઆર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવ્યા છે..તો ભાજપના કેટલાક નેતાઓએ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી..
અયોગ્ય ઠેરવવામાં આવેલા ધારાસભ્યોમાંથી એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે..સ્પીકરે આ ઉપરાંત કોંગ્રેસના બે બાગી ધારાસભ્ય રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લીને પણ અયોગ્ય ઠેરવ્યા છે..તો બીજી તરફ વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, 31 જુલાઇ સુધી નાણાં બિલને પાસ કરાવવાનું છે..જેથી તમામે આ બિલ પાસ કરાવવા સહયોગ આપવો જોઇએ.
ઉલ્લખનીય છેકે, 17 ધારાસભ્યોએ કુમારસ્વામી સરકાર સામે બગાવત કરી પોતાનું રાજીનામું સોંપી દીધું હતું.ધારાસભ્યની બળવાખોરી બાદ 14 મહિના જુની કુમાર સ્વામીની સરકાર તૂટી ગઇ હતી..
