Skip to main content
Settings Settings for Dark

દેશના અનેક વિસ્તારમાં પૂરનો પ્રકોપ યથાવત્

Live TV

X
  • આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ અસર

    દેશના અનેક વિસ્તારમાં પૂરનો પ્રકોપ યથાવત્ છે..ખાસ કરીને આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળ સૌથી વધુ પ્રભાવિત છે..આ રાજ્યોમાં આવેલી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે..તો આકાશમાંથી વિજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે..
    બિહારના 12 જિલ્લામાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે 81 લાખ લોકો પ્રભાવિત થયા છે..બિહારના પૂરથી લોકોને રાહત અપાવવા માટે 42 જેટલી રાહત શિબિર શરૂ કરવામાં આવી છે..તો એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવની કામગીરી પણ ચાલી રહી છે..તો આ તરફ આસામની પણ કંઇક આવી જ હાલત છે..અહીં સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભયંકર પૂરની સ્થિતિ નિર્માણ થવા પામી છે..આસામના 33 જિલ્લામાંથી 20 જિલ્લાના 38 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે..તો આસામના બંગાઇ વિસ્તારમાં સતત ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે નદીમાં જળસ્તર વધતા અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે..પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં થોડા દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે..કુચબિહાર જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ આકાર પામી છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply