આજે છઠ્ઠપુજાનું પ્રથમ અર્ધ્ય , સૂર્યાસ્ત સમયે પૂજાનું છે ખાસ વિધાન
Live TV
-
દેશભરમાં આજે ઉજવાશે છઠ્ઠ પર્વ
હિન્દુ ધર્મમાં છઠ પુજાનુ આગવુ મહત્વ રહેલુ છે. છઠ પૂજાનુ વ્રત કરવાથી અને સૂર્યની ઉપાસના કરવાથી સ્વાસ્થ અને ધન સંમ્પતિમાં વધારો થાય છે.કાર્તિક માસમાં ભગવાન સૂર્યની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિનું પૂજામાં વિશેષ મહત્વ રહેલુ છે. આમ તો છઠ પૂજાનુ વૈજ્ઞાનિક મહત્વ પણ એટલુ જ છે. શુક્લ પક્ષની છઠ્ઠના રોજ ડૂબતા સૂર્યને પ્રથમ અર્ધ્વ આપવામાં આવે છે અને પૂજાની સમાપ્તિ સાતમના દિવસે ઉગતા સૂર્યને અર્ધ્વ આપ્યા બાદ થાય છે. છઠ્ઠ મૈયાને સૂર્યદેવની માનસ બહેન માનવામાં આવે છે. તેથી જ છઠ્ઠના અવસર પર છઠ્ઠ મૈયાને સાથે ભગવાન ભાસ્કરની પણ આરાધના પૂરી નિષ્ઠા સાથે અને પરંપરા સાથે કરવામાં આવે છે. આ પર્વ ઉત્તર ભારતમાં ખુબ જ પ્રચલિત છે અને મુખ્યરૂપે બિહાર,ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને નેપાલના તરાઈ વિસ્તારોમાં સંપૂર્ણ આસ્થા અને શ્રધ્ધા સાથે તેને ઉજવવામાં આવે છે. બે દિવસ સુધી પાણી પીધા વિના આ વ્રત રાખવામાં આવે છે. છઠ્ઠ પૂજામાં સાફસફાઈ અને શુધ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. તેની સાથે જ કોઈ પૂજા સામ્રગી એવી હોય છે જેના વિના આ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.
