Skip to main content
Settings Settings for Dark

જર્મન ચાન્સેલર મર્કેલે બાપુને શ્રદ્ધાંજલિ આપી સાંભળ્યું વૈષ્ણવજન ભજન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર એંગલા મર્કેલની વચ્ચે નવી દિલ્હી ખાતે દ્વિસ્તરીય બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે, ભારત અને જર્મની આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા માટે પરસ્પર અને બહુપક્ષીય પ્રયાસોને વધુ ગતિશીલ બનાવશે.

    જર્મન ચાન્સલર એંગલા મર્કેલે જણાવ્યું હતું કે, જર્મની અને ભારત વચ્ચે થયેલ સમજૂતીથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બનશે. જર્મનીના ચાન્સલર એંગલા મર્કેલ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પૂર્ણ થયા બાદ એક નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, બંને દેશ ઈ-મોબિલિટી, સ્માર્ટ-સિટી, આંતરદેશીય જળ માર્ગો અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરવા અંગે કામ કરવામાં આવી રહ્યું છે. 

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત અને જર્મની વચ્ચેના સંબંધો મજબૂત કરવામાં છેલ્લા 15 વર્ષમાં એંગલા મર્કેલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.એંગલા મર્કેલે કહ્યું કે, જર્મની અને ભારત વચ્ચે થયેલી સમજૂતીથી બંને દેશોના સંબંધ વધુ મજબૂત બનશે. 

    તેમણે ભારતને અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને અંગેલા મર્કેલે ગાંધી સ્મૃતિની લીધી મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનને લગતી ચીજો નિહાળી હતી અને વૈષ્ણવજન ગીત સાંભળ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply