થાઈલેન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધન કર્યુ
Live TV
-
નોર્થ ઇસ્ટ ઇન્ડિયા એશિયાનું ગેટવે બની રહ્યું છે, ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ હાઇવે શરૂ થવાથી વેપાર વધશે - PM
થાઈલેન્ડની બેંગકોકના સ્વાસ્દી મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદ અને દેશવિરોધી તાકતો માટે કડક કાર્યવાહી કરી છે..તેની સાથે જ ગત પાંચ વર્ષમાં ભારતીયોની આશાને પૂર્ણ કરવા માટેનું પણ કામ કર્યું છે.. પીએમ મોદીએ ઉમેર્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબુદ કરવાના નિર્ણયને દુનિયાભરમાં સ્વાગત કરવામાં આવ્યું છે.. આ પુરાવો છે કે, જ્યારે કોઈ નિર્ણય સાચો હોય છે તો ત્યારે તેની ગુંજ દુનિયાભરમાં સંભળાઈ છે..
PM મોદીએ સંબોધનમાં કહ્યું, ''તમે આ સ્વર્ણભૂમિને પોતાના રંગમાં રંગી દીધી છે. થાઇલેન્ડના કણ કણમાં પોતીકાપણું દેખાય છે. થાઇલેન્ડમાં ભારતના પૂર્વાંચલથી ઘણા લોકો આવ્યા અને આજે પૂર્વી ભારતમાં સૂર્યદેવ અને છઠી મૈયાની ઉપાસનાનું મહાપર્વ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યું છે. હું થાઇલેન્ડમાં રહેનારા દરેક મિત્રોને છઠ પૂજાની શુભકામનાઓ આપું છું. થાઇલેન્ડની આ મારી પ્રથમ સત્તાવાર યાત્રા છે. ગત વખતે 3 વર્ષ પહેલા મેં થાઇલેન્ડના રાજાને અહીં રૂબરૂ આવીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ''
''આજે હું થાઇ પ્રધાનમંત્રીના આમંત્રણ પર ભારતીય આસિયાન સમિટમાં ભાગ લેવા આવ્યો છું. મિત્રો થાઇલેન્ડનો રાજપરિવાર ભારત પ્રત્યે લગાવ અને આપણા ઘનિષ્ઠ સંબંધોનો પ્રતિક છે. મહારાણી પોતે સંસ્કૃત ભાષાના મોટા વિદ્વાન છે. સંસ્કૃતિમાં તેમની ગહન રૂચિ છે. ભારત સાથે પરિચય ખૂબ વ્યાપક છે. ભારતે તેમના પ્રત્યે પદ્મભૂષણથી આભાર વ્યક્ત કર્યો છે. ''PM મોદીએ કહ્યું- થાઇલેન્ડ સાથે આપણા સંબંધોમાં આટલી આત્મીયતા કેવી રીતે આવી. તે અરસપરસનો વિશ્વાસ, હળીમળીને રહેવું, આ કેવી રીતે આવ્યું ? તેનો સીધો જવાબ છે. હકીકતમાં આપણા સંબંધો માત્ર સરકારો વચ્ચેના નથી. હકીકત એ છે કે ઈતિહાસની દરેક ક્ષણે, દરેક તારીખે, દરેક ઘટનાએ આપણી વચ્ચે આ સંબંધોને વિકસિત અને ઉંડા કર્યા છે. આ સંબંધો દિલના છે, આત્મના છે, આસ્થાના છે અને અધ્યાત્મના છે. ભારતનું નામ પૌરાણિક કાળના જમ્બૂદ્વીપથી જોડાયેલું છે. તો થાઇલેન્ડ સ્વર્ણભૂમિનો ભાગ હતું.
''ભારત અને થાઇલેન્ડનો સંબંધ હજારો વર્ષ જૂનો છે. ભારતના દક્ષિણ, પૂર્વી અને પશ્વિમી તટ હજારો વર્ષ પહેલા દક્ષિણ પૂર્વી એશિયા સાથે સમુદ્રના રસ્તે જોડાયા હતા. આપણા નાવિકોએ સમુદ્ર પર હજારો માઇલનો રસ્તો ખેડીને સમૃદ્ધિના જે રસ્તા બનાવ્યા તે આજે પણ મોજૂદ છે. આ રસ્તાઓ પર જ વેપાર થયો. આ રસ્તાઓ પરથી જ લોકો આવ્યા. તેના દ્વારા જ આપણા પૂર્વજોએ ધર્મ અને દર્શન, જ્ઞાન અને વિજ્ઞાન , કળા અને સંગીત અને તેમની જીવનશૈલી જાહેર કરી. ''
