આતંકવાદને ખતમ કરવા માટે બેવડાં ધોરણ છોડીને સૌને એકસાથે લડવું પડશે-રાજનાથસિંહ
Live TV
-
રાજનાથે પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીને તાશકંદમાં શાસ્ત્રી સ્ટ્રીટ પર શ્રદ્ધાંજલિ આપી
રક્ષામંત્રી રાજનાથ સિંહ શંઘાઇ સહયોગ સંગઠન (SCO) સમિટ માટે ત્રણ દિવસના પ્રવાસે શુક્રવારે ઉઝબેકિસ્તાન પહોંચ્યા..અહી SCO સમિટને સંબોધન કરતા કહ્યું કે આતંકવાદ એક ગંભીર વૈશ્વિક સમસ્યા છે. તેના ખાતમાં માટે દ્વિમુખી ચારિત્ર્ય અને અપવાદોને છોડીને સૌને એક સાથે લડવું પડશે. સાથે જ દરેક આંતરરાષ્ટ્રીય કાયદા અને તંત્રને મજબૂત કરીને કડકાઇથી લાગૂ કરવા પડશે.રાજનાથે કહ્યું, એ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે એકબીજાનો આર્થિક સહયોગ કરીએ. આ સહયોગ આપણા લોકોના ભવિષ્યને મજબૂત કરીને તેમને વધુ સારુ જીવન આપવાનો પાયો છે. એકપક્ષવાદ અને સંરક્ષણવાદથી કોઇનું ભલુ નથી થયું. ભારત આ મામલે વિશ્વ વેપાર સંગઠનના નિયમો અંતર્ગત પારદર્શક, મુક્ત, સમાવેશી અને ભેદભાવ રહિત બહુપક્ષીય વેપાર પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે.
એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના પ્રધાનમંત્રી અબ્દુલ્લા અરિપોવે રાજનાથસિંહનું સ્વાગત કર્યું હતું. રાજનાથસિંહે પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીને તાશકંદમાં શાસ્ત્રી સ્ટ્રીટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ તેઓ શાસ્ત્રી મેમોરિયલ સ્કૂલ પહોંચ્યા અને બાળકો સાથે વાત કરી. શાસ્ત્રીનું નિધન 11 જાન્યુઆરી 1966માં તાશકંદમાં જ થયું હતું.
