Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેંગકોકમાં 16માં આસિયાન-ભારત શિખર સંમલેનમાં લેશે ભાગ

Live TV

X
  • પીએમ મોદી થાઈલેન્ડ સહિત અનેક દેશના નેતાઓ સાથે કરશે દ્વિપક્ષીય વાર્તા.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના થાઈલેન્ડના પ્રવાસે છે. બેંગકોંગ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ,ત્યાંના ઉચ્ચ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ત્રણ સમિટમાં ભાગ લેશે. જેમાં આસિયાન-ઈન્ડિયા, ઈસ્ટ ઈન્ડિયા અને ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમિટનો સમાવેશ થાય છે. આજે તેઓ આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લેશે., તો સોમવારે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈસ્ટ ઈન્ડિયા સમિટમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ,આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના આસિયાન દેશો સાથે ,સંબંધો મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી એ ગુરુનાનકની 550મી જન્મ જયંતિ નિમિતે ગુરુ નાનકનો કોઈન પણ રિલીઝ કર્યો. પ્રધાનમંત્રી મોદી બેંગકોકમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના લોકો ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે , થાઈલેન્ડની આ મારી પ્રથમ ઔપચારિક મુલાકાત છે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીયોને છઠ પૂજાની શુભકામનાઓ આપી હતી. તેમણે જણાવ્યુ કે અહીંના કણ કણમાં ભારતીયતાની સુગંધ છે. ઈતિહાસે ભારત-થાઈલેન્ડ સબંધને વધુ વિકસીત, વિસ્તૃત અને ઘનિષ્ઠ બનાવ્યો છે. ભગવાન રામ અને બુધ્ધ આપણી સહિયારી વિરાસત છે. થાઈલેન્ડની બેંગકોકના "સ્વાસ્દી મોદી" કાર્યક્રમમાં ભારતીય સમુદાયને વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદ અને દેશવિરોધી તાકતો માટે કડક કાર્યવાહી કરી છે. તેની સાથે જ ગત પાંચ વર્ષમાં ભારતીયોની આશાને પૂર્ણ કરવા માટેનું પણ કામ કર્યું છે. પીએમ મોદીએ ઉમેર્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબુદ કરવાના નિર્ણયને દુનિયાભરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. આ પુરાવો છે કે, જ્યારે કોઈ નિર્ણય સાચો હોય છે ત્યારે તેની ગુંજ દુનિયાભરમાં સંભળાઈ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply