Skip to main content
Settings Settings for Dark

આજે દેશ-વિદેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Live TV

X
  • બુદ્ધનો જન્મદિવસ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે

    આજે દેશ-વિદેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્મ ઇ.સ. પુર્વે 563માં આ દિવસે ગૌતમ બુદ્ધનો નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને આ દિવસે તેમણે બિહારના બોધગયામાં નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું. બુદ્ધનો જન્મદિવસ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાને બુદ્ધ જયંતિ કે બુદ્ધ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 80 વર્ષની વયે તેમનું અવસાન થયું.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. તેમના સંદેશમાં તેમણે કહ્યું કે, ભગવાન બુદ્ધ કરુણાના મૂર્ત સ્વરૂપ હતા અને માનવજાતને જ્ઞાન, સહિષ્ણુતા અને સદાચારનો માર્ગ બતાવ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન બુદ્ધનો સંદેશ આપણને પ્રેમ, સત્ય અને અહિંસા શીખવે છે. તેમણે કહ્યું કે મહાત્મા બુદ્ધનું જીવન આત્મ-નિયંત્રણ અને અનુશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    બિહારમાં બુદ્ધ પૂર્ણિમાની ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્ય કાર્યક્રમ બોધગયાના મહાબોધિ મંદિરમાં યોજાય છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે જાપાન, શ્રીલંકા અને ઈન્ડોનેશિયા સહિત ઘણા દેશોના બૌદ્ધો બોધગયા પહોંચ્યા છે. આજે બોધગયામાં બોધ વૃક્ષ નીચે વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply