Skip to main content
Settings Settings for Dark

આજે નીતિ આયોગ દ્વારા ઈન્ફલ્યુએન્ઝા H3N2 અને કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ સમીક્ષા બેઠક યોજાશે

Live TV

X
  • આજે બપોરે નીતિ આયોગ દ્વારા ઈન્ફલ્યુએન્ઝા H3N2 અને કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ એક સમીક્ષા બેઠક યોજાશે. બેઠકમાં નીતિ આયોગના સભ્યો, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ, ફાર્મા સચિવ DGICMR , સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિકારીઓ બેઠકમાં ભાગ લેશે. ગઈકાલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના વધતા જતા કેસોને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટવીટ કરી જણાવ્યું કે, બેઠકમાં તમામ રાજ્યોને એલર્ટ રહેવા અને સ્થિતિ પર નજીકથી નજર રાખવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે અને સ્વાસ્થ્ય માટેના તમામ પગલાં લેવા તૈયાર છે. આ વાયરસથી દેશમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply