આજે પોલીસ સ્મૃતિ દિવસ, ગૃહમંત્રી અમિત શાહે પોલીસ પરેડમાં હાજરી આપી
Live TV
-
આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો આજે દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ખાતે યોજાયેલ પોલીસ પરેડમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા.
આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. માતૃભુમી અને દેશવાસીઓની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શૂરવીરોનો આજે દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ખાતે યોજાયેલ પોલીસ પરેડમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા. આ દિવસ દર વર્ષે 21 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે નેશનલ પોલીસ મેમોરીયલ ખાતે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી.
પોલીસ સ્મૃતિ દિવસ ઉજવવાની શરૂઆત પાછળ ભારત અને ચીનની વચ્ચે અવારનવાર ઉભા થતા હિંસક તણાવની વાત રહેલી છે. જો કે આ દિવસને આઝાદી બાદ ડ્યુટી પર જનાર 34 હજારથી વધુ પોલીસ કર્મીઓની યાદમાં મનાવવામાં આવે છે. ઓક્ટોબર 1959માં લદ્દાખમાં CRPFની ત્રીજી બટાલિયનની એક કંપનીને લદ્દાખના હોટ સ્પ્રિંગ પર મોકલવામાં આવી હતી. CRPFની ટુકડી હજુ ત્યાં પગદંડો જમાવી રહી હતી એ જ સમયે ચીની ફોજની એક મોટી ટુકડીએ છુપી રીતે તેના પર હુમલો કરી દીધો હતો. જોકે CRPF ની નાની ટુકડીએ પણ તેમનો જોરદાર મુકાબલો કર્યો હતો. જે દમિયાન 10 શુરવીર જવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. CRPFના આ જવાનોના બલિદાનને કેન્દ્રના બધા પોલીસ સંગઠન તથા બધા જ રાજ્યોની સિવિલ પોલીસ દ્વારા પોલીસ સ્મૃતિ દિવસના રૂપમાં ઉજવે છે.