આજે પ્રધાનમંત્રી કોલકત્તામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનનું કરશે ઉદ્ઘાટન, સાથે વિવિધ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકતામાં 15 હજાર 400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોલકતામાં 15 હજાર 400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. કોલકત્તામાં આવેલા પિંપરી ચિંચવડ-નિગડી વચ્ચે ચાલતી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના વિસ્તરણનું શિલાન્યાસ કરશે. આ સાથે કોલકાતા મેટ્રોની હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શનનું, માજેરહાટ મેટ્રો સ્ટેશન અને આગ્રા મેટ્રો સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે. આગ્રા મેટ્રો સ્ટેશનના ઉદ્ઘાટનથી ઐતિહાસિક પ્રવાસન સ્થળો સાથે કનેક્ટિવિટી વધશે. RRTS વિભાગ દ્વારા દેશની રાજધાની દિલ્હીમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કોલકાતાથી કેરળ સુધીના કોચી મેટ્રોના ત્રિપુનિથુરા ટર્મિનલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. તો ઉદ્ઘાટન સમારોહ બાદ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લાના બારાસતમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
તે ઉપરાંત નરેન્દ્ર મોદી કોલકત્તામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરશે. આ નવી મેટ્રો ટ્રેન માર્ગનું નામ હાવડા મેદાન સ્પિલિટ ખંડ છે. આ મેટ્રો હુગલી નદી નીચેથી પસાર થનારી દેશની પ્રથમ પરિવહન ટનલ સાબિત થશે. તેની સાથે આ મેટ્રો ટ્રેન હુગલી નદી પૂર્વિય અને પશ્ચિમી તટથી કોકલતા અને હાવડા શહેરને અલગ કરે છે. આ રેલ્વે માર્ગનું હાવડા સ્ટેશન ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હશે. જે લગભગ 5 કિલોમીટર લાંબો અને હાવડા મેદાનને આઈટી હબના સેક્ટર 5 માં જોડે છે.
