Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ઓડિશાના ચંડીખોલ ખાતે 19, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • તેલંગાણા પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશાના ચંડીખોલ શહેર ખાતે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીએ એક જનસભામાં 19 હજાર 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજનાઓમાં તેલ અને ગેસ., રેલવે અને માર્ગ પરિવહન, રાજમાર્ગ અને પરમાણુ ઉર્જા ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ અહીં 162 કિલોમીટર લાંબી રેલ લાઈન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 

    પ્રધાનમંત્રીએ પારાદિપ રિફાઇનરીથી પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધી પહોંચતી 344 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઈનનું ઉદ્ધાટન કર્યું  હતું. જે બાદ પ્રધાનમંત્રીએ જનસભા સંબોધી ચંડીખોલમાં રોડ શો યોજ્યો હતો. જનસભાને સંબોધતાં પ્રધાનમંત્રીએ પરિવરવાદી રાજકારણને મુદ્દે વિરોધપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 2014 પછી એક ગરીબનો પુત્ર કેન્દ્રમાં સત્તા પર આવ્યો છે. અને તે ગરીબની સૌથી મોટી ગેરંટી બની ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply