આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડમાં ખૂંટી અને જમસેદપુરમાં જનસભાને સંબોધિત કરશે
Live TV
-
સાત ડિસેમ્બરે થનાર બીજા તબક્કાના મતદાનમાં 20 કેન્દ્ર પર મતદાન થશે
ઝારખંડમાં બીજા અને ત્રીજા તબક્કાની વિધાન સભા મતદાન માટે પ્રચાર કાર્ય તેજ બન્યું છે. સાત ડિસેમ્બરે થનાર બીજા તબક્કાના મતદાનમાં 20 કેન્દ્ર પર મતદાન થશે, જ્યારે 12 ડિસેમ્બરે 30 જગ્યાએ ત્રીજા તબક્કાનું મતદાન થશે. બધા જ નેતા મતદાતાને રીઝવવા માટે ઠેર ઠેર જનસભા કરી રહ્યાં છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં ખૂંટી અને જમસેદપુરમાં જનસભાને સંબોધિત કરશે. 16 ડિસેમ્બરે થનાર વિધાન સભા ચૂંટણાના ચોથા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ કાલે હતી. તમામ ડોક્યુમેન્ટસની ચકાસણી બાદ 130 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. પાંચમા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાની કાર્ય હાલ ચાલુ છે.
