Skip to main content
Settings Settings for Dark

આજે મળશે રામ મંદિર ટ્રસ્ટની પ્રથમ બેઠક

Live TV

X
  • બેઠકમાં રામમંદિરના નિર્માણનો સમય કરાશે નક્કી

    આજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક યોજાશે. જેમાં નિર્માણનો સમય નક્કી કરાશે. રામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની રચના કરી લીધી છે. આ ટ્રસ્ટની પહેલી બેઠક 19મીએ મળવા જઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે, રામ મંદિર નિર્માણ ક્યારે કરવું તેની તારીખ નક્કી કરવામાં આવશે. આ બેઠક દિલ્હી સ્થિત વકીલ કે.પરાસરણના નિવાસ સ્થાને યોજવામાં આવશે. દરમિયાન બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવી શકે છે.

    રામ મંદિર નિર્માણ માટેના આ ટ્રસ્ટને શ્રી રામજન્મભૂમિની તીર્થ ક્ષેત્ર નામ આપવામાં આવ્યું છે, જે મંદિરના મેનેજમેન્ટ સહિતની જવાબદારી સંભાળશે. ટ્રસ્ટની પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે શરૂ કરવું અને કેટલા સમયગાળામાં પુરુ કરવું સહિતના મુદ્દે ચર્ચા કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply