જામિયા મિલિયા ઈસ્લામિયા હિંસા કેસમાં દિલ્લી પોલીસે ચાર્જશીટ દાખલ કરી
Live TV
-
દિલ્લી પોલીસે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં 15 ડિસેમ્બરે જામિયા મિલિયા ઈસ્લામિયા, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં થયેલી હિંસા કેસમાં આજે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
ચાર્જશીટ સાથે CCTV ફૂટેજ, કોલ ડિટેલ રેકોર્ડ અને 100થી વધુ સાક્ષીઓના નિવેદનોને જોડવામાં આવ્યા છે..દિલ્લી પોલીસે ચાર્જશીટમાં કોઈ પણ વિદ્યાર્થીને સામેલ નથી કર્યા, પરંતુ
હિંસા ભડકાવવા માટે શરજીલ ઈમામને જવાબદાર ઠેરવ્યો છે..તપાસમાં માલૂમ પડ્યું છે કે ઘટનાસ્થળેથી જે બુલેટ મળી છે, તે ત્રણ પોઇન્ટ 2 MM પિસ્તોલની છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં જામિયા વિસ્તારમાંથી 8 અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાંથી 9 લોકોની ધરપકડ કરી છે.
પોલીસે આ હિંસક ઘટનામાં PFIની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે. આ ઘટનામાં કુલ 95 લોકો ઘાયલ થયા હતા, જેમાં 47 પોલીસકર્મીઓ પણ સામેલ હતા.
