IDASનું નામ બદલીને મનોહર પર્રિકરના નામે કરવાનો સરકારે કર્યો નિર્ણય
Live TV
-
રક્ષામંત્રી તરીકે મનોહર પર્રિકરે ઉમદા કામગીરી નિભાવી હતી. આર્મીના જવાનો માટે One Rank One Pension (OROP) કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
કેન્દ્ર સરકારે દિલ્હીમાં 'ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ' (IDAS) નું નામ બદલીને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નામ પર રાખવાની જાહેરાત કરી દીધી છે. અને તે પ્રમાણે નવું નામ 'મનોહર પર્રિકર ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસીસ' રાખવામાં આવશે.
પૂર્વ રક્ષામંત્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત મનોહર પર્રિકરની દેશભક્તિ અને તેમના વિઝનની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી તેમના સન્માનમાં આ નામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેન્સરની બીમારીના પગલે 63 વર્ષની ઉંમરે મનોહર પર્રિકરનું નિધન થયું હતું.
