ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાંતોમાં ન જવાની વિદેશ મંત્રાલયની સલાહ
Live TV
-
ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાંતોમાં ન જવાની વિદેશ મંત્રાલયની સલાહ. કહ્યું, નીનવે, સલાહુદ્દીન, દિયાલા, અનબર, કિરકુર જવાથી બચે ભારતીય.રોડ માર્ગે ઈરાકથી સીરિયા ન જવાની પણ આપી સલાહ.
ભારતના વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જારી કરી છે..આ એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ઈરાકના પાંચ પ્રાતોમાં ન જવાની સલાહ આપી છે..હાલની સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રાંતોમાં ન જવાની એડવાઈઝરી જારી કરવામાં આવી છે..ઈરાકના આ પાંચ પ્રાંતોમાં નીનવે, સલાહુદ્દીન, દિયાલા, અનબર, કિરકુરનો સમાવેશ થાય છે.
જે લોકો ધાર્મિક કારણોસર ઈરાક જાય છે, તેઓ નઝફ અને કરબલા જઈ શકે છે પરંતુ, સીરિયામાં ન જાય તેવી વિદેશ મંત્રાલયે સલાહ આપી છે. રોડ માર્ગે પણ ઈરાકથી સીરિયા ન જવાની સલાહ આપવામાં આવી છે..
