150થી વધારે નાગરિકોએ CAAના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો
Live TV
-
પૂર્વ ન્યાયાધીશો, નોકરશાહો, સૈન્ય અધિકારીઓ અને શિક્ષાવિદોએ નાગરિક સંશોધન અધિનિયમ (CAA)ના વિરોધમાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે..
તેમણે કહ્યું કે NPR અને NRC કાયદા વિરુદ્ધ ભ્રામક અને પ્રાયોજિત અભિયાન ચલાવાવમાં આવી રહ્યું છે..આ લોકોએ એક પત્રમાં કેન્દ્રથી જારી પ્રદર્શનોને ગંભીરતાથી લેવા અને રાષ્ટ્રીય લોકતાંત્રિક સંસ્થાઓની સુરક્ષા પર ધ્યાન આપવા તથા દુષ્પ્રચારના આ અભિયાનમાં સામેલ લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવા અપીલ કરી છે..
પત્ર પર સહી કરનારાઓમાં અલગ અલગ હાઈકોર્ટના 11 પૂર્વ જજ, 24 સેવાનિવૃત IAS અધિકારી, ભારતીય વિદેશ સેવાના 11 પૂર્વ અધિકારી, 16 સેવાનિવૃત IPS અધિકારી અને 18 પૂર્વ લેફ્ટિનેંટ જનરલ છે..
પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ અભિયાન એવી રીતે ચલાવાઈ રહ્યું છે, જેના કારણે હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તથા સાર્વજનિક અને ખાનગી સંપત્તિ નષ્ટ થઈ રહી છે..
હસ્તાક્ષરકર્તાઓએ કહ્યું કે CAA, NPR અને NRC વિશે ખોટો અને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર દેશમાં ભયનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે..
