આજે મેવાડના મહાન પ્રતાપી અને પરાક્રમી રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે, જાણો મહારાણા પ્રતાપ વિશે..
Live TV
-
મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ 1540માં 9 મેના રોજ રાજસ્થાનમાં આવેલા કુંભલગઢમાં થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદયસિંહ અને માતાનું નામ રાણી જીવંતબાઈ હતું. મહારાણા પ્રતાપ ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
મહારાણા પ્રતાપની માતાનું નામ જીવંતાબાઈ અને પત્નીનું નામ અજબદે પવાર હતું. તેમને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરંતુ તેઓ માત્ર ત્રીસ વર્ષની ઉંમરે જ મૃત્યુ પામ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓએ તેમની 11 પત્નીઓ અને 17 સંતાનો હતાં એવો ઉલ્લેખ છે, સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ. તેમનાં સૌથી મોટા પુત્ર અમરસિંહે તેમની રાજગાદી સંભાળી અને તેમનો વંશ આગળ વધાર્યો. તેઓ સીસોદીયા રાજપૂત હતા. તેઓ સીસોદીયા વંશના ચોપનમાં રાજા હતા.
મહારાણા પ્રતાપની ઊંચાઈ 7 ફૂટ 5 ઇંચ જેટલી હતી. મહારાણા પ્રતાપએ તેમની મા પાસેથી યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરી હતી. તેમનાં ભાલાનું વજન 81કિલો અને બખ્તરનું વજન 72 કિલો હતું. ભાલો, બખ્તર અને બે તલવારો મળીને કુલ વજન 208 કિલો હતું. આટલું વજન લઈને પણ તેઓ દુશ્મનો સામે સ્ફૂર્તિથી લડી શકતા હતા.,પહાડ પરથી કૂદકો મારી શકતા હતા કે પછી ઘોડો કુદાવી શકતા હતા.
મહારાણા પ્રતાપએ હલ્દીઘાટીના યુદ્દમાં અકબરને પૂર્ણ ટ્ક્કર આપી હતી. ઈ. સ. 1572માં મહારાણા બન્યા પછી તેમણે ક્યારેય ચિત્તોડની ફરી મુલાકાત નહીં લીધી, એમ કહો કે લેવા જ ન પામ્યા. હિંદુસ્તાન પર રાજ કરવાની ઈચ્છા રાખનાર બાદશાહ અકબર કેટલીય વાર મહારાણા પ્રતાપ પાસે સંધિ પ્રસ્તાવ લઈને પોતાનાં દૂત મોકલી ચૂક્યા હતા, પરંતુ ‘મેવાડના રાજા તો પ્રતાપ પોતે જ રહેશે’ એ સિવાયની તમામ શાંતિ સંધિની શરતો તેઓ સ્વીકારવા તૈયાર હતા. પ્રતાપે મુઘલો સામે ઘણાં યુદ્ધો કર્યા હતા, જેમાં પ્રખ્યાત યુદ્ધ હલ્દીઘાટીનું યુદ્ધ હતું. ઈ. સ. 1576માં થયેલાં આ યુદ્ધમાં વીસ હજાર સૈનિકો સાથે પ્રતાપે એંસી હજાર સૈનિકોવાળી મુઘલ સેનાનો સામનો કર્યો હતો. આ યુદ્ધ પછી મોગલોએ મેવાડ, ચિત્તોડગઢ, કુંભલગઢ, ઉદયપુર અને ગોગુંડા પર કબ્જો મેળવી લીધો હતો. મોટા ભાગના રાજપૂત રાજાઓ મુઘલોની શરણાગતિ સ્વીકારી ચુક્યા હતા, પરંતુ પ્રતાપે ક્યારેય હાર સ્વીકારી ન હતી.
હલ્દીઘાટી યુદ્ધ દરમિયાન પ્રતાપને તે સમયનાં વેપારી વીર ભામાશાએ 25000 રાજપૂતોને 12વર્ષ સુધી ચાલે એટલું અનુદાન આપ્યું હતું. અકબરની શરણાગતિ સ્વીકારવી ન હતી એટલે જ્યારે અકબરે કુંભલગઢ જીતી લીધું એમની ગેરહાજરીમાં ત્યારે પણ તેઓ શરણાગત થવાને બદલે અરવલ્લીનાં જંગલોમાં રહેવા લાગ્યા હતા. જંગલોમાં રહીને, અનેક મુસીબતોનો સામનો કરીને તેમનું શરીર ખાસ્સું કસાયેલું હતું. તેમનું વજન લગભગ 110 કિલો હતું. વાત માનવામાં નહીં આવે પણ સત્ય છે.
