આજે રક્ષામંત્રી રાજનાથસિંહ રશિયાના પ્રવાસે જવા રવાના થશે
Live TV
-
4 સપ્ટેમ્બરે યોજાનાર રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથસિંહ રશિયાના સમકક્ષા સરગેઇ શેઇગું તેમજ અન્ય વિશેષ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે
રક્ષામંત્રી રાજનાથસિંહ સંધઇ સહયોગ સંગઠન એસસીઓની એક મહત્વપુર્ણ બેઠકમાં ભાગ લેવા માટે આજે રશિયા જવા રવાના થશે. 4 સપ્ટેમ્બરે યોજાનાર રક્ષામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત રાજનાથસિંહ રશિયાના સમકક્ષા સરગેઇ શેઇગું તેમજ અન્ય વિશેષ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ વર્ષે જુન બાદ રક્ષામંત્રીનો આ બીજો મોસ્કોના પ્રવાસ છે. તેમણે 24જુને મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિજય દિવસ પરેડનું આયોજન દ્વિતિય વિશ્વ યુધ્ધમાં નાઝી જર્મની ઉપર સોવિયત વિજયની 75મી વર્ષગાઠ ઉપર કરાયું હતું.