Skip to main content
Settings Settings for Dark

અનંત યાત્રાએ નીકળ્યા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી

Live TV

X
  • પ્રણબ મુખર્જીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, દિલ્હીના લોધી શ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ પ્રણબ મુખર્જીના પાર્થિવદેહના અંતિમ દર્શન કર્યા.

    ભારત રત્ન અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરજીના પાર્થિવ દેહને રાજધાની દિલ્હી ખાતે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા. લોધી રોડ ખાતેના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર આપવામાં આવતાં તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. સરકારે પૂર્વ રાષ્ટ્રપતિના માનમાં દેશમાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ પહેલાં પૂર્વ રાષ્ટ્રપતિના રાજાજી માર્ગ પરના સરકારી નિવાસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પુર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગત, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, સૈન્યની ત્રણેય પાંખના વડા સહિતના અગ્રણીઓએ દિવંગતના નિવાસે પહોંચીને પુષ્પાંજલિ આપી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ પ્રણબ મુખરજીના અવસાન પ્રતિ દુઃખ પ્રકટ કરતાં શોક પ્રસ્તાવ પસાર થયો હતો. બેઠકમાં કેબિનેટ મંત્રીઓએ બે મિનિટનું મૌન પાળીને પૂર્વ રાષ્ટ્રપતિને અંજલિ આપી હતી. કેબિટેનના શોક ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે પ્રણબ મુખરજીનું અવસાન થતાં દેશે એક પ્રતિષ્ઠિત રાજનેતા અને ઉત્કૃષ્ઠ સાંસદને ગુમાવ્યા છે.
    વિશ્વભરના નેતાઓએ પ્રણબ મુખરજીના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિન, શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે, નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી સહિતના વિશ્વનેતાઓએ સંવેદના વ્યક્ત કરી હતી.
    ગઇકાલે પ્રણબ મુખરજીનું અવસાન થયું હતું. તેઓ 84 વર્ષના હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં ભરતી હતા. સાત વાર સાંસદ રહી ચૂકેલા પ્રણબ મુખરજીને વર્ષ 2019માં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply