કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાંથી રજા આપવામાં આવી
Live TV
-
અમિત શાહને 18 ઓગસ્ટે હળવો તાવ આવેલો ત્યાર બાદ તેમને દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
55 વર્ષીય શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રીને શરીરમાં દુઃખાવો, થાક અને ચક્કર જેવી ફરિયાદ પમ હતી. AIIMSના ડાયરેક્ટ ડૉ. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
આ પહેલા 2 ઓગસ્ટે શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.