ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત
Live TV
-
સુપ્રીમ કોર્ટે દેવુ ચૂકવવા AGR જમા કરવા માટે 10 વર્ષનો સમય આપ્યો
ટેલિકોમ કંપનીઓને બાકી લેણા મામલે સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે..એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ના મામલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને રાહત આપતા બાકી લેણા ચૂકવવા 10 વર્ષનો સમય આપ્યો છે..જોકે કોર્ટે કહ્યુ છે કે ટેલિકોમ કંપનીઓએ બાકી લેણાના 10 ટકા રકમ 31 માર્ચ 2021 સુધી ચૂકવવી પડશે..મહત્વનુ છે કે ઘણી કંપનીઓએ તો અત્યારે જ બાકી લેણાના 10 ટકા રકમ ચૂકવી દીધી છે..જસ્ટિસ મિશ્રાએ જણાવ્યુ હતુ કે કોરોના સંકટને જોતા આ સમય મર્યાદા આપવામાં આવી છે.વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે એજીઆર મામલે લેણા ચૂકવવા 15 વર્ષનો સમય માંગ્યો હતો.