PM નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
દેશના ગણમાન્ય મહાનુભાવોએ પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિવાસ સ્થાન 10 રાજાજી માર્ગ ખાતે પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિવાસ સ્થાન 10 રાજાજી માર્ગ ખાતે આજે સવારે 9-15 થી 10-15 સુધી, ગણમાન્ય વ્યક્તિ દ્વારા અને 10-15 થી 11-00 સુધી અન્ય ગણમાન્ય મહાનુભાવો દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિની છબી પાસે પુષ્પ ગુચ્છ મુકીને શ્રધ્ધાંજલી આપી હતી. આ શ્રધ્ધાંજલી આપતા સમયે કોવિડ-19 ના નિયમોનું ચુસ્ત પાલન કરીને સોશીયલ ડીસ્ટનશીંગનું કડક પાલન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આર એસ એસના વડા મોહન ભાગવતે પણ પ્રણવદાને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ દિવંગત નેતાને શ્રધ્ધાંજલી આપી હતી. આ ઉપરાંત અનેક અગણીત મહાનુભાવોએ પૂર્વ રાષ્ટ્રપતિને ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિના અંગત સ્ટાફના સભ્યો તેમજ તેમના સુરક્ષા સ્ટાફે પણ શ્રધ્ધાંજલી આપી હતી.