આજે રાતે ચંદ્ર પર ઉતરશે ભારતનું ચંદ્રયાન-2
Live TV
-
વિક્રમ લેન્ડર આજે રાતે 1:30 કલાકથી 2:30 કલાકની વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં લેન્ડ કરશે...
વિક્રમ લેન્ડર આજે રાતે 1:30 કલાકથી 2:30 કલાકની વચ્ચે ચંદ્રના દક્ષિણી ધ્રુવ ક્ષેત્રમાં લેન્ડ કરશે...
જે ક્ષણની રાહ દેશ ઘણા સમયથી જોઈ રહ્યો હતો આખરે એ દિવસ આવી ગયો છે. શુક્રવાર મોડી રાત્રે ભારતનું ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. ઈસરોના વૈજ્ઞાનિકોની સતત મહેનતના કારણે આજે મોડી રાત્રે ભારતનું પહેલુ યાન ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે. આ ઐતિહાસિક પળને માણવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈસરો સેન્ટરમાં હાજર રહેશે. પીએમ મોદી શુક્રવાર મોડી રાત્રે બેગ્લોરના ઈસરો સેન્ટર પહોચશે જ્યા 70 જેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને આ ઐતિહાસિક પળના સાક્ષી બનશે
ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે તો શરુઆતી કેટલાક કલાક મહત્વના રહેશે. લેન્ડિંગની પ્રક્રિયા મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ શરૂ થશે જે 7 સપ્ટેમ્બર સવાર સુધી રહેશે. આ ક્ષણ ઘણી રોમાંચક રહેશે. ખાસ વાત એ છે કે ભારત પહેલી વાર તેના કોઈ યીનનું સોફ્ટ લેન્ડિંગ કરાવશે.
આવો રહેશે કાર્યક્રમ
01.30થી 01.40 AM:
ચંદ્રયાન-2 વિક્રમ લેન્ડર 35 કિલોમીટરની ઉંચાઈ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. આ સમયે લેન્ડરની સ્પીડ 200 મીટર પ્રતિ સેકન્ડ હશે. આ ઇસરોના વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ હશે કારણ કે પહેલી વાર કોઈ દેશ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોંચી રહ્યું છે.
01:55 AM:
વિક્રમ લેન્ડર દક્ષિણી ધ્રુવ પર હાજર 2 ક્રેટક મેગેનિઝ-C,અને સિંપેલિયસ- N વચ્ચે હાજર મેદાનમાં ઉતરશે. આશરે 6 કિલોમીટરની ઉચાઈથી લેન્ડર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચંદ્રની સપાટી પર ઉતશે. આ દરમિયાન કુલ 15 મિનિટનો સમય લાગશે
03.55 AM
ચંદ્ર પર લેન્ડિગ સમયે આશરે 2 કલાક પછી વિક્રમ લેન્ડરનું રેમ્પ ખુલશે જેમાંથી 6 પૈડા વાળુ પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર ઉતરશે.
Chandrayaan 2: ચંદ્રની સપાટીની નજીક પહોંચ્યું લેન્ડર વિક્રમ, હવે લેન્ડિંગની રાહ
05.05 AM: 7 સપ્ટેમ્બરે સવારે
પ્રજ્ઞાન રોવરનું સોલર પેનલ ખુલશે. સોલર પેનલ દ્વારા તે ઉર્જા મેળવશે.
05.10 AM:
પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે 1 સેન્ટીમીટર પ્રતિ સેક્ન્ડની ગતિથી ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી યાત્રા કરશે અને આ દરમિયાન તે 500 મીટરનું અંતર કાપશે. આવનારા 2 વર્ષ સુધી ચંદ્રની સપાટીના ફોટોઝ મળશે.
‘ચંદ્રયાન-2’ને ઈસરો સંસ્થાના અત્યાર સુધીના સૌથી જટિલ અને સૌથી પ્રતિષ્ઠિત મિશન તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં અમેરિકા પહેલો દેશ બન્યો હતો, પરંતુ ચંદ્રની દક્ષિણી બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બનશે.
‘ચંદ્રયાન-2’ની સફળતા સાથે જ ભારત ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો માત્ર ચોથો જ દેશ બનશે. અન્ય ત્રણ દેશ છે – રશિયા, અમેરિકા અને ચીન.
સોફ્ટ લેન્ડિંગ બહુ જટિલ હોય છે
ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમમાં ચંદ્રયાન-2 મિશન સૌથી મોટી છલાંગ સમાન છે, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ આ પહેલાં કોઈ પણ દેશે કર્યું નથી. ભારત પહેલો દેશ બનશે. સોફ્ટ લેન્ડિંગ અત્યંત જટિલ હોય છે અને એ વખતે આશરે 15 મિનિટનો સમય ખૂબ જોખમી રહે છે.
ભારતે 2008માં ચંદ્રયાન-1 મિશન સાથે ચંદ્ર ગ્રહ પર સંશોધનનો શુભારંભ કર્યો હતો. અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારતની એ પહેલી મોટી છલાંગ હતી. ચંદ્રયાન-1 યાને ચંદ્રમાનું પરિભ્રમણ કર્યું હતું અને ચંદ્રની ધરતી પર અને તેની નીચે પાણી હોવાનો પુરાવો ઈસરો સંસ્થા ખાતે બીમ્ડ કર્યો હતો. ચંદ્રયાન-1ની તે શોધે ખગોળવિજ્ઞાનની ઉત્સૂક્તાને નવું જીવન મળ્યું હતું.