Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ

Live TV

X
  • દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી

    ભારતમાં દર વર્ષે 16 માર્ચના રોજ 'નેશનલ વેક્સીનેશન ડે' મનાવવામાં આવે છે. માનવ જીવનમાં રસીકરણનું મહત્વ અને જાહેર આરોગ્યમાં તેની ભૂમિકાથી લોકોને માહિતગાર કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. વર્ષ 1995માં આજના દિવસે ભારતમાં મોંમાં પોલીયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

    દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 16 માર્ચ 1995નાં રોજ પહેલી વાર દેશમાં જીવનરક્ષક પોલિયોની રસી આપવામાં આવી હતી.

    રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે મનાવાય છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે પહેલ હતી. જેમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અપાયા હતા. 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply