સિક્કીમના પાટનગર ગંગટોક ખાતે આજથી જી-ટ્વેન્ટી અંતર્ગત બિઝનેસ- ટ્વેન્ટિ બેઠક શરૂ થશે
Live TV
-
સિક્કીમના પાટનગર ગંગટોક ખાતે આજથી જી-ટ્વેન્ટી અંતર્ગત બિઝનેસ- ટ્વેન્ટિ બેઠક શરૂ થશે. બેઠક દરમિયાન સિક્કીમને જૈવિક ખેતી, પર્યટન, ફાર્મસ્યુટિકલ્સ તેમજ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રમાં પોતાની આર્થિક ક્ષમતા બતાવવાની તક મળશે. પૂર્વોત્તરમાં યોજાનારી ચાર વેપાર બેઠકો પૈકીની આ ત્રીજી બેઠક છે. બી -ટ્વેન્ટી એ જી- ટ્વેન્ટિ અંતર્ગત આવતો જ સત્તાવાર મંચ છે. આ બેઠકમાં વિશ્વના વેપારી સમુદાયના અગ્રણી અને સંબંધિત નિષ્ણાતો વિચારોનું આદાનપ્રદાન કરે છે. બી- ટ્વેન્ટિ બેઠકમાં જૈવિક ખેતી વિશે ખાસ ચર્ચા વિચારણા થશે.
