આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, રાજ્યનાં 33 જિલ્લાઓમાં કરાશે ઉજવણી
Live TV
-
આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. ભારતીય વૈજ્ઞાનિક સી.વી. રામનની શોધ રામન ઈફેક્ટની યાદમાં ભારતમાં 1986 થી દરવર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વૈજ્ઞાનિક સી.વી. રામનને 1930 માં રામન ઇફેક્ટની શોધ બદલ નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો.
આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યનાં 33 જિલ્લાઓમાં આજે વિજ્ઞાન દિવસ ઉજવણી કરાશે. જેમાં વિદ્યાર્થીઓને સાંકળી વિવિધ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓ કરાવામાં આવશે.
અમદાવાદનાં સાયન્સ સીટી ખાતે આયોજીત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાધાણી, સાયન્સ – ટેક્નોલોજી વિભાગનાં સચિવ વિજય નહેરા ઉપસ્થિત રહેશે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન ગાંધીનગરનાં ડિરેકટર વિપિનકુમાર યુવા વિદ્યાર્થીઓ સાથે નવાં વિચારો અને ઈનોવેશન વિશે વાતચીત કરશે.
ઉલ્લેખનીય છે કે, સાયન્સ સીટી ખાતે 26 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન ત્રિ –દિવસીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનાં યુથ પાર્લામેન્ટ , મોડેલ રોકેટ્રી , આકાશ – દર્શનઅને રસાયણો સાથે આનંદ જેવા વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
